રાહુલ બોઝે રગ્બી એસોસિએશનના અધ્યક્ષ બનવા ખાતર હિમાચલ પ્રદેશનું ખોટું ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવ્યું હોવાનો આરોપ થયો છે. આ મુદ્દે સિમલાના રાજપરિવાર દ્વારા રાહુલ સામે કેસ દાખલ કરાયો છે.

સિમલાનાં શાહી પરિવારની દિવ્યા કુમારીના આરોપ અનુસાર રાહુલે રાજ્યમાં રગ્બિ એસોસિએશનની સ્થાપના માટે ખોટું વચન આપ્યું હતું. તે મહારાષ્ટ્રમાં રહેતો હોવા છતાં પણ હિમાચલ પ્રદેશનું ડોમિસાઈલ સર્ટિફિકેટ ખોટી રીતે મેળવ્યું હતું.
આ મુદ્દે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં અરજી થઈ છે જેની સુનાવણી આગામી સપ્તાહમાં યોજાવાની છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ખુદ રગ્બી ખેલાડી રહી ચૂક્યો છે.

