BOLLYWOOD : રોહિત શેટ્ટીની ગોલમાલ-પાંચમાં પ્રથમ વખત મહિલા વિલનની એન્ટ્રી

0
35
meetarticle

રોહિત શેટ્ટીની ગોલમાલ પાંચની તૈયારી થઇ રહી છે. ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ વખતે આ ફિલ્મમાં કોમેડીની સાથે એક નેગેટિવ રોલનો પણ સમાવેશ કરવામા આવ્યોે. આ વખતે આ ફિલ્મમાં એક મહિલા વિલનની ભૂમિકામાં જોવા મળશે.જોકે આની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. 

રોહિત શેટ્ટીએ ફિલ્મની કાસ્ટને લઇને  કન્ફર્મ કર્યું હતું કે, તે કરીના કપૂર ખાન અને સારા અલી ખાન સાથે પણ વાતચીત કરી રહ્યો છે.બન્ને અભિનેત્રીઓએ ગોલમાલ ૫ની સ્ટારકાસ્ટ સાથે જોડાવામાં રસ પણ દાખવ્યો છે.  કુણાલ ખેમૂ ફિલ્મના ક્રિએટિવ કન્સલટ્ન્ટ તરીકે જોવા મળશે. 

ગોલમાલ ૫માં અજય દેવગણ સાથે અરશદ વારસી અને કુણાલ ખેમૂ કામ કરાનો હોવાનો અંતિમ નિર્ણય લેવાઇ હયો છે. તુષાર કપુર ગોલમાલ ૪ સુધીઆ ફિલ્મનો હિસ્સો રહ્યો હોવાથી તેણ જોવા મળશે. 

રસપ્રદ છે કે, ગોલમાલ ફ્રેન્ચાઇઝી ૨૦૦૬થી શરૂ થઇ છે અને હવે પાંચમાં પાર્ટમાં રોહિત શેટ્ટી દર્શકોને કાંઇક નવું આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here