સંજય લીલા ભણશાળીની બેહદ ધીમું કામ કરવાની સ્ટાઈલના કારણે ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ ફરી રખડી પડયું છે. ભણશાળીએ હવે છેક મે માસમાં વધુ શૂટિંગ કરવાનું નક્કી કરતાં રણબીર કપૂર ભારે નારાજ થઈ ગયો હોવાનું કહેવાય છે.

મૂળ શિડયૂલ પ્રમાણે આ ફિલ્મ આ નાતાલમાં રીલિઝ થવાની હતી. બાદમાં તે આગામી એપ્રિલ પર અને પછી જૂન પર ઠેલાઈ હતી. પરંતુ, હવે એવી વાત બહાર આવી છે કે હજુ પણ ફિલ્મનું શૂટિંગ ધારી સ્પીડ પ્રમાણે ચાલતું નથી અને ભણશાળીએ હજુ છેક આગામી મે સુધી શૂટિંગ કરવાનું નક્કી કર્યું છે. તેના કારણે રણબીર કપૂર, આલિયા ભટ્ટ તથા વિકી કૌશલનાં આગામી ફિલ્મોનાં શૂટિંગ શિડયૂલ પણ અસ્તવ્યસ્ત થઈ જાય તેમ છે. ૨૦૨૬નાં ઉત્તરાર્ધમાં રણબીરની ‘રામાયણ’ પણ રીલિઝ થવાની છે. રણબીરની ઈચ્છા હતી કે તેની ‘રામાયણ’ અને ‘લવ એન્ડ વોર’ વચ્ચે ઓછામાં ઓછા છ માસનો ગેપ રહે પરંતુ ભણશાળીની ઢીલી કામગીરીને કારણે તે શક્ય નહિ બને. આથી તે ભારે ધૂંધવાયો હોવાનું કહેવાય છે.

