વિક્કી કૌશલે પોતાની કારના કાફલામાં વધુ એક લકઝરીકારનો ઉમેરો કર્યો છે.
અભિનેતાએ હાલમાં ૩ કરોડ રૂપિયાની લેકસ્સ એલએમ૩૫૦એચ અલ્ટ્રા લકઝરી એમપીવી ખરીદી છે. વિક્કીએ પિતા બન્યા પછી પોતાની પુત્રીની સુવિધા માટે આ લકઝરી કાર ખરીદી હોવાનું કહેવાય છે.

આ કારમાં તે પોતાના પરિવાર સાથે લાંબી યાત્રાને લકઝરી રીતે વધુ સરળ કરી શકે તે હેતુથી અભિનેતાએ પોતાના માટે આ કાર ખરીદી હોવાનું કહેવાય છે.
વિક્કી બોલીવૂડના સફળ અભિનેતા તરીકે સ્થાપિત થઇ ગયો છે. તેની ફિલ્મો રૂપેરી પડદે હિટ થતી જાય છે.

