BOLLYWOOD : વિક્રમ ભટ્ટની ફિલ્મ ખિલૌને માટે અનુપ્રિયા ગોએન્કાનું પેમેન્ટ પણ બાકી

0
4
meetarticle

વિક્રમ ભટ્ટ સામે ફિલ્મ બનાવવા માટે નાણાં લીધા બાદ ફિલ્મ નહિ બનાવવા બદલ કેસ થયો છે. આ કેસ સંદર્ભમાં તેની અધૂરી ફિલ્મ ‘ખિલૌને’ વિશે પણ અનેક ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મની હિરોઈન અનુપ્રિયા ગોએન્કાને પણ સંપૂર્ણ પેમેન્ટ ચૂકવાયું નથી. અનેક ક્રૂ   મેમ્બર્સ પણ  હજુ તેમનાં નાણાંની રાહ જોઈ રહ્યા છે. 

ફિલ્મ ૨૦૨૨ના અંતમાં  જ અધુરી રહી ગઇ હતી. ત્યારથી હજી સુધી ફિલ્મ સાથે જોડાયેલી  તમામ વ્યક્તિને મહેનતાણાં ચુકવવામાં આવ્યા નથી. ફિલ્મના નિર્માણ સમયે  અનેક મુશ્કેલીઓ સામે આવી હતી.  શૂટિંગ ૩૦ દિવસમાં પુરુ કરવાનું શેડયુલ હતું જેના બદલે ૪૫ દિવસ સુધી ખેંચાયુ હતું જેને કારણે શૂટિંગના શેડયુલમાં સમસ્યા ઊભી થઇ હતી. ટેકનિશિયનોથી લઇને કલાકારો પર તેની અસર પડી હતી. ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિને આર્થિક નુકસાન થયું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here