બોલિવુડમાં હોરર ફિલ્મો બનાવવાની હોડ મચી છે. હવે વેદાંગ રૈનાને પણ એક ઝોમ્બી કોમેડી ફિલ્મ ઓફર થઈ હોવાનું કહેવાય છે.

વેદાંગ રૈના અત્યાર સુધીમાં ‘આર્ચીઝ’ અને ‘જિગરા’ જેવી ફિલ્મો કરી ચૂક્યો છે. તે હાલ ઈમ્તિયાઝ અલીનો એક પ્રોજેક્ટ પણ કરી રહ્યો છે. તેણે આ હોરર ઝોમ્બી ફિલ્મ સ્વીકારી હોવા અંગે હજુ સુધી કશું ઓફિશિયલી જાહેર કરાયું નથી. વેદાંગ રૈના તેની ફિલ્મ કેરિયર કરતાં પણ જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર સાથે અફેરનાં કારણે વધુુ ચર્ચામાં છે.
આ ફિલ્મનું દિગ્દર્શન રણવીરની ‘જયેશભાઈ જોરદાર’નો દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કર કરે તેવી સંભાવના છે. રણવીરની ગુજરાતનાં બેકગ્રાઉન્ડ પરની અને એક સોશિયલ મેસેજ ધરાવતી આ ફિલ્મ જોકે ટિકિટબારી પર ફલોપ થઈ હતી.

