અહાન પાંડે અનીત પડ્ડા પછી હવે શર્વરી વાઘ સાથે રોમાન્ટિક હિરો તરીકે દેખાય તેવી સંભાવના છે. અહાનની આગામી ફિલ્મમાં હિરોઈન તરીકે શર્વરી વાઘ ફાઈનલ થઈ હોવાની ચર્ચા છે. ‘સૈયારા’ ની સફળતા પછી અહાન પાંડેને એક પછી એક ઓફરો મળી રહી છે.

જોકે, તેણે હાલ ‘સૈયારા’ના જ પ્રોડયૂસર યશરાજ ફિલ્મસની નવી રોમાન્ટિક ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મ માટે શર્વરી વાઘને હિરોઈન તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મનું દિગ્દર્શન વિવાદાસ્પદ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર કરવાના છે. જોકે, આ પ્રોજેક્ટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર એનાઉન્સમેન્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે શર્વરી યશરાજ બેનરની ‘આલ્ફા’ ફિલ્મમાં પણ આલિયા ભટ્ટ સાથે લીડ હિરોઈન તરીકે કામ કરી રહી છે.

