BOLLYWOOD : શાહરુખ બાદ અક્ષયની ફિલ્મનું દુબઈ શૂટિંગ પણ રદ

0
21
meetarticle

હાલ ઇરાન-ઇઝરાયલ યુદ્ધને લીધે દુબઇની પરિસ્થિતિ વણસી ગઇ હોવાથી હવે ત્યાં શૂટિંગ થઇ શકે એમ ન હોવાથી બોલિવુડની અનેક ફિલ્મોનાં શૂટિંગ કેન્સલ થઇ રહ્યા છે. હાલમાં જ શાહરૂખ ખાને પોતાની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કેન્સલ કરીને પાર્લાના એક સ્ટુડિયોમાં કરવાનો નિર્ણય લીધો હતો. હવે અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું દુબઇનું શૂટિંગ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુબઇમાં આ ફિલ્મના એક ગીતના દ્રશ્યનું શૂટિંગ કરવાનું હતું જે હવે મલાડના મઢ આઇલેન્ડમાં કરવામાં આવશે.

ફિલ્મ દિગ્દર્શક અહમદ ખાને પોતાની આ કોમેડી ફિલ્મના ગીતનું શૂટિંગ માટે મઢ આઈલેન્ડ તથા ગોરેગામના સ્ટુડિયોમાં તૈયારી આદરી છે. સ્ટુડિયોમાં નાઇટ ક્લબ, કસીનો અને પ્રાઇવેટ જેટ ના સેટ તૈયાર કરવામાં આવશે.

આ ગીતમાં ફિલ્મની મુખ્ય કલાકારો અક્ષય કુમાર, રવીના ટંડન, જેકી શ્રોફ, પરેશ રાવલ,લારા દત્તા, દિશા પટાણી, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, જેકલીન ફર્નાન્ડિઝ, શ્રેયસ તલપડે સહિતના કલાકારો જોવા મળે તેવી સંભાવના છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here