BOLLYWOOD : શ્રદ્ધા કપૂરની સ્ત્રીનું એનિમેટેડ વર્ઝન છોટી સ્ત્રી તરીકે રજૂ કરાશે

0
59
meetarticle

શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી થ્રી’ ફિલ્મ બનવાની છે. પરંતુ, એ પહેલાં આ ફિલ્મ માટે માહોલ જમાવવાના એક તુક્કા તરીકે ‘સ્ત્રી’ ફિલ્મનું એક એનિમેટેડ વર્ઝન થિયેટર્સમાં રજૂ કરાશે.
શ્રદ્ધા કપૂર તાજેતરમાં એક ઈવેન્ટમાં તેના ‘સ્ત્રી’ના ગેટ અપમાં હાજર રહી હતી અને તેણે આ જાહેરાત કરી હતી.

આ એનિમેટેડ વર્ઝનના છેલ્લા સીનમાં જ ‘સ્ત્રી થ્રી’નો પહેલો સીન હશે. મતલબ કે એનિમેટેડ ફિલ્મને આ રીતે ફીચર ફિલ્મ સાથે સાંકળી લેવામાં આવશે.

શ્રદ્ધાની ‘સ્ત્રી’ અને ‘સ્ત્રી ટુ’ બંને હિટ થઈ ચૂકી છે. આ ફિલ્મોથી શ્રદ્ધાની કેરિયર ઊંચકાઈ હતી. સાથે સાથે તેના દ્વારા બોલીવૂડમાં હોરર કોમેડી ફિલ્મોનો ટ્રેન્ડ શરુ થયો હતો. હાલ બોલીવૂડના મોટાભાગના પ્રોડયૂસર તથા કલાકારો હોરર કોમેડીની ફોર્મ્યૂલાને વટાવી લેવાની હોડમાં છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here