BOLLYWOOD : શ્રદ્ધા કપૂર લક્ષ્મણ ઉટેકરની ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરશે

0
94
meetarticle

લક્ષ્મણ ઉટેકર છાવા ફિલ્મ પછી ફરી એક વખત મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ પડદા પર ઉતારવાની તૈયારી કરી રહ્યો છે. જેમાં શ્રદ્ધા કપૂર મુખ્ય રોલમાં જોવા મળશે.

શ્રદ્ધા કપૂર માટે આ એક પડકારજનક રોલ સાબિત થશે તેમ કહેવાઇ રહ્યું છે. તે એક એવું પાત્ર ભજવવાની છે, જેણે મહાાષ્ટ્રીયન સંસ્કૃતિને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કહેવાય છ ેકે, આ ફિલ્મ મોટા પાયા પર બનાવવામા ંઆવી રહી છે. જેની વાર્તા એક પુસ્તક પરથી લેવામાં આવી છે. જોકે હાલ આ પુસ્તકનું નામ જાહેર કરવામાં આવ્યુ નથી. આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક આઇટીએ હોવાનું કહેવાઇ રહ્યું છે.

આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવશે અને ફિલ્મને ૨૦૨૬ના અંત સુધી રિલીઝ કરવામાં આવશે.

એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મ મહારાષ્ટ્રના ઇતિહાસના એક બેહદ મહત્વપૂર્ણ પાત્ર પર આધારિ છે. શ્રદ્ધા કપૂર આ પાત્ર માટે સખત મહેનત કરી રહી છે. તે આ ફિલ્મમા ંએક નૃત્યાંગનાના રોલમાં જોવા મળશે.અભિનેત્રી પોતાના પાત્રને ન્યાય આપવા માટે હાલ ડાન્સની વર્કશોપ્સની સાથેસાથે ગાયકીની પણ તાલીમ લઇ રહી છે.

લક્ષ્મણ ઉટેકર ફિલ્મ છાવા પછી ફરી આ પ્રોજેક્ટ દ્વારા ફરી એક વખત મરાઠા સસ્કૃતિને મોટા પડદા પર પેશ કરવાની તૈયારી કરી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here