સની દેઓલે તેના ૬૮મા જન્મદિને નવી ફિલ્મ ‘ગબરુ’ની જાહેરત કરી ચાહકોને સુખદ સરપ્રાઈઝ આપ્યું હતું. સનીએ આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ કર્યું હતું અને આગામી ૧૩મી માર્ચે ફિલ્મ રીલિઝ થવાની હોવાનું જણાવ્યું હતું.
સનીની આ ફિલ્મમાં સાઉથની હિરોઈન સીમરન બગ્ગા પણ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મનું દિગ્દર્શન શશાંક ઉદાપુરકરે કર્યું છે.

સની દેઓલની ૨૦૨૬માં એક પછી એક ફિલ્મોની લાઈન લાગવાની છે.
‘ગબરુ’ ઉપરાંત તેની ‘બોર્ડર ટુ’ અને ‘રામાયણ વન’ પણ ૨૦૨૬નાં વર્ષમાં રીલિઝ થવાની છે. તેની ફિલ્મ ‘લાહોર ૧૯૪૭ પણ ક્યારનીય બનીને તૈયાર છે પરંતુ પ્રોડયૂૂસર આમિર ખાન ફિલ્મમાં છેલ્લી ઘડીએ કેટલાય ફેરફારો કરી રહ્યો હોવાથી આ ફિલ્મની રીલિઝ લંબાઈ ગઈ છે.

