સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ મૂળ પ્લાનિંગ પ્રમાણે આગામી એપ્રિલમાં રીલિઝ થવાની હતી. પરંતુ, ટ્રેડ વર્તુળોમાં ચર્ચા અનુસાર આ ફિલ્મ હવે કદાચ આગામી ૧૫મી ઓગસ્ટની આસપાસ રીલિઝ થાય તેવી સંભાવના છે.

સૂત્રોના દાવા પ્રમાણે સલમાનને ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોનું રીશૂટિંગ કરવાની જરુર વર્તાઈ હતી.
જોકે, આ રીશૂટનું શિડયૂલ ધાર્યા કરતાં વધારે લંબાઈ ગયું છે. તેના કારણે ફિલ્મ આગામી એપ્રિલની ડેડલાઈન જાળવી શકે તેવી સંભાવનાઓ ઘટી ગઈ છે.
ફિલ્મનું રીશૂટ પૂર્ણ થાય તે પછી ફિલ્મને ડિફેન્સ મિનિસ્ટ્રીમાં મંજૂરી અર્થે મોકલવી પડશે. ડિફેન્સ મિનિસ્ટ્રીની આખરી મંજૂરી મળી જાય તે પછી જ તે રીલિઝ થઈ શકશે.

