સલમાન ખાન છેલ્લા ત્રણ મહિનાથી રાજ એન્ડ ડીકેની સુપર હિરો ફિલ્મમાં કામ કરવા માટે વાતચીત કરી રહ્યો હોવાની ચર્ચા છે. એવી વાત પ્રસરી છે કે સલમાને આ ફિલ્મનું બજેટ ટૂંકાવવા જણાવ્યું છે. કદાચ સલમાનને હવે પોતાની કોઈ ફિલ્મ ૨૦૦-૩૦૦ કરોડનો બિઝનેસ કરી જાય તેવો ભરોસો રહ્યો નથી.

હજુ ફિલ્મની ફાઈનલ સ્ક્રિપ્ટ તૈયાર થવાની બાકી છે. સલમાને ફાઈનલ સ્ક્રિપ્ટ જલ્દી આપવાનો આગ્રહ પણ સેવ્યો છે. જો બધું સમૂસુથરું પાર પડશે તો આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરવાની યોજના છે.
આ ફિલ્મ હોલીવૂડની બ્લોકબસ્ટર હૈંકોક જેવી બનાવવામાં આવશે. ફિલ્મમાં સલમાન ખાન એકએવા સુપરહીરોના રોલમાં જોવા મળશે. જે એકનું એક કામ કરીને થાકી ગયો છે અને હવે રિટાયર્ડ થવા માંગતો હોય છે. પરંતુ પરિસ્થિતિઓ તેને શાંતિથી જીવવા દેતી નથી અને વારંવાર એકશન કરવા મજબૂર થઇ જતો હોય છે. આ એક હાઇ-કોન્સેપ્ટ સુપરહીરો કોમેડી બનશે.

