સલમાન ખાન એક નંબરનો ગુંડો અને બદતમીઝ છે એમ સલમાનની એક સુપરહિટ ફિલ્મ ‘દબંગ’ના ડાયરેક્ટર અભિનવ કશ્યપે જણાવ્યું છે.
અભિનવે કહ્યું હતું કે સલમાનને આજકાલથી નહિ પરંતુ પચ્ચીસ વર્ષથી એક્ટિંગ સાથે કોઈ લેવાદેવા જ નથી.

તેને પોતાના સેલિબ્રિટી સ્ટેટસમાં જ રસ છે. તે સેટ પર આવે તો પણ બધા પર ઉપકાર જતાવતો હોય તેમ જ વર્તે છે. તેણે કહ્યું હતું કે સલમાનના સમગ્ર પરિવારની ભારે દાદાગીરી છે. તેઓ બહુ જ કિન્નાખોર લોકો છે. તમે તેમનું ધાર્યું ન કરો તો તેઓ તમારી પાછળ પડી જાય છે.
અભિનવે અગાઉ પણ સોશિયલ મીડિયા પર સલમાન તથા તેના સમગ્ર પરિવાર પર આક્ષેપો કર્યા હતા. તે વખતે અરબાઝ ખાને તેની સામે કાનૂની પગલાં લેવાની ચિમકી આપી હતી. જ્યારે સલીમ ખાને કહ્યું હતું કે અભિનવ જેવા લોકોની વાતોને બહુ મહત્વ આપવા જેવું નથી.

