BOLLYWOOD : સલમાન ખાનની આગામી ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ સાથે

0
45
meetarticle

થોડા દિવસો પહેલા જ અનુરાગ કશ્યપના ભાઇ અભિનવ કશ્યપે  સલાન ખાન અને તેના પરિવાર પર આરોપો મુક્યા હતા. હવે આશ્ચર્યજનક વાત એ છે કે, સલમાન ખાને અભિનવ કશ્યપના ભાઇ અનુરાગ કશ્યપ સાથે  આગામી ફિલ્મ સાઇન કરી છે. જેમાં બોબી દેઓલ મીડિયેટર રહ્યો હતો. જોકે સલમાન ખાન તેમજ અનુરાગ કશ્યપે સત્તાવાર રીતે આ પ્રોજેક્ટ વિશે જણાવ્યુ નથી.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સલમાને ખાને પોતાનો આગામી પ્રોજેક્ટ જાણીતા ડાયરેકટર અનુરાગ કશ્યપ સાથે કરવાનો છે. બન્ને વચ્ચે મીડિયેટર તરીકે બોબી દેઓલ રહ્યો હતો.નવાઇની વાત તો એ છે કે, હાલમાં અનુરાગ કશ્યપના ભાઇ અભિષેક કશ્યપે સલમાન અને તેના પરિવાર વિશે ઝેર ઓક્યું હતું. આ પછી પણ સલમાને અભિનવના ભાઇ સાથે ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે તે જાણીને સહુ કોઇને આશ્ચર્ય થયુ છે. લોકોને અભિનેતાનો આ નિર્ણય સમજમાં આવતો નથી. જોકે બન્નેમાંથી કોઇએ પણ આ ફિલ્મ વિશે સત્તાવાર ઘોષણા કરી નથી. 

હાલ સલમાન અપૂર્વ લાખિયાની બેટલ ઓફ ગલવાનના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકા કરી રહ્યો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here