BOLLYWOOD : સિદ્ધાંત ચતુર્વેદી વી શાંતારામની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં

0
46
meetarticle

લોકપ્રિય નિર્માતા અને દિગ્દર્શક વી. શાંતારામની એક બાયોપિકની તૈયારી થઇ રહી છે. જેમાં મુખ્ય રોલ માટે સિદ્ધાંત ચતુર્વેદીએ લુક ટેસ્ટ એ ફોટોશૂટ કરાવ્યા હતો. બન્નેમાં સમાનતા દેખાતા તેને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ફરદીન ખાન આ બાયોપિકમાં એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 

વી શાંતારામે પોતાના જીવનકાળ દરમિયાન ત્રણ લગ્ન કર્યા હતા. તેથી ફિલ્મમાં તેમની પત્નીઓના રોલ માટે ત્રણઅભિનેત્રીઓને સામેલ કરવી પડશે. નિર્માતાની પ્રથમ પત્ની વિમલા હતી. બીજી જયશ્રી હતી જેનાથી તેઓ બે બાળકોના પિતા બન્યા હતા. જ્યારે ત્રીજી પત્ની અભિનેત્રી સંધ્યા હતી. તેમના પરિવારમાં ત્રણ  પત્નીઓ અને સાત બાળકોનો સમાવેશ છે,ફિલ્મમાં ત્રણ અભિનેત્રીઓ વિશેની કોઇ જાણકારી આપવામાં આવી નથી. હાલ આ પ્રોજેક્ટ અંતિમ ચરણમાં છે.ફરદીન ખાનના રોલ વિશે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

વી. શાંતારામે પોતની કારકિર્દી દરમિયાન દો આંખે બારા હાથ, ઝનક ઝનક પાયલ બાઝ અને નવરંગ જેવી ક્લાસિક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમનું નિધન મુંબઇમાં ૩૦ ઓકટોબર ૧૯૯૦માં થયું હતું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here