આયુષ્માન ખુરાના અને શરવરી વાઘની આગામી ફિલ્મનું શૂટિંગ ૧ નવેમ્બરથી શરૂ કરવામાંઆવશે. આ ફિલ્મનું નિર્માણ અને પ્રસ્તુતી રાજશ્રી પ્રોડકશન્સે મહાવીર જૈન ફિલ્મસ સાથે સહયોગ કર્યો છે. આ પહેલા બન્નેએ ફિલ્મ ઊંચાઇમાં પણ સાથે કામ કર્યું હતું.

થોડા સમય પહેલા આયુષ્માન ખુરાનાએ સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે,થમ્માની રિલીઝ પછી હું સૂરજ બડજાત્યાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ.
જોકે આ ફિલ્મની સ્ટારકાસ્ટ તેમજ વાર્તા-વિષય સાથે વધુ માહિતી આપવામાં આવી નથી. જોકે સૂરજ બડજાત્યાની સાથેની આ ફિલ્મ હોવાથી સ્વચ્છ પારિવારિક મનોરંજક ફિલ્મ હોવાનું લોકો માની રહ્યા છે.

