BOLLYWOOD : સૈફના લંગડા ત્યાગીનાં પાત્ર પરથી અલગ ફિલ્મ બનશે

0
58
meetarticle

ડાયરેક્ટર તરીકે વિશાલ ભારદ્વાજ અને એક્ટર તરીકે અજય દેવગણ, સૈફ અલી ખાન, કરીના કપૂર, બિપાશા બસુ સૌ માટે કારકિર્દીની યાદગાર ફિલ્મ ૨૦૦૬ની ‘ઓમકારા’માં સૈફએ ભજવેલાં લંગડા ત્યાગીનાં પાત્ર પરથી જ એક અલગ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.

‘ઓમકારા’ મૂળ તો  શેક્સપિયરનાં નાટક ‘ઓથેલો’ પરથી બની હતી. તેમાં શેક્સપિયરની વાર્તાને યુપીના રાજકીય અપરાધીકારણની પૃષ્ઠભૂમિમાં ઢાળવામાં આવી હતી. મૂળ નાટકનાં ભારે ઈર્ષાળુ અને કાવતરાંખોર ‘ઇયાગો’ના પાત્ર પરથી સૈફ અલીનું લંગડા ત્યાગીનું પાત્ર રચવામાં આવ્યું હતું. હાલ આ પાત્ર પરથી જ નવી ફિલ્મ બનાવવા તૈયારી શરુ થઈ છે. જોકે, સૈફ જ મૂળ પાત્ર ભજવશે કે કોઈ યંગ એક્ટરને તક અપાશે તે હાલ અનિશ્ચિત છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here