BOLLYWOOD : સૌરવ ગાંગુલીની બાયોપિકનું શીર્ષક દાદા : ધ સૌરવ ગાંગુલી સ્ટોરી

0
9
meetarticle

સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ  શરૂ થઇ ગયું છે.જેમાં મુખ્ય રોલ રાજકુમાર રાવ ભજવી રહ્યો છે. રાજકુમાર રાવ  સોશિયલ મીડિયા  પર જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મનું શૂટિગ શરૂ કરી દીધું છે. ફિલ્મને લવ રંજન પ્રોડયુસ કરી રહ્યો છે અને વિક્રમાદિત્ય મોટવાને ડાયરેકટ કરી રહ્યો છે. આ ફિલ્મનું શીર્ષક ‘દાદા : ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’ રાખવામાં આવ્યું છે.

રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની બાયોપિકમાં  મુખ્ય રોલ કરી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે ક્રિકેટની ખાસ તાલીમ લીધી છે. આ ઉપરાંત સૌરવ ગાંગુલીના પરિવાર સાથે પણ ઘણો સમય પસાર કર્યો છે. 

જોકે, ટ્રેડ વર્તુળો આ ફિલ્મની સફળતા વિશે અત્યારથી જ શંકા  સેવી રહ્યા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં તમામ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મો ફલોપ ગઈ છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here