BOLLYWOOD : સ્ટન્ટ કરતી વખતે માથું ભટકાતાં ટોમ હોલેન્ડ હોસ્પિટલમાં

0
65
meetarticle

ટોમ હોલ્ન્ડને ‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડેના સેટ પર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને માથાના ભાગે વાગ્યું હોવાથી કેટલાંક સપ્તાહ સુધી આરામની સલાહ અપાઈ છે. તેનું માથું જોરથી અફળાયું હતું અને તેના લીધે તેને આંખે ઝાંખપ, ચક્કર આવવાં સહિતની તકલીફો સર્જાઈ હતી.

ગત શુક્રવારે વોટફોર્ડના લીવેસ્ડેન સ્ટુડિયોમાં શૂટિંગ દરમિયાન તેની બોડી ડબલ તરીકે કામ કરતી વખતે એક મહિલા સ્ટંટ કલાકારને પણ ઇજા થઇ હતી. બંનેને હોસ્પિટલ ખસેડવા માટે સેટ પર જ એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી.

ઈંગ્લેન્ડમાં શૂટિંગ દરમિયાન આ દુર્ઘટનાને કારણે ફિલ્મનું શૂટિંગ લાંબા સમય સુધી ઠેલાઈ જાય તેવી શક્યતા છે. આ ફિલ્મની રીલિઝ આમ પણ પાછી ઠેલાતી ઠેલાતી આગામી વર્ષના જુલાઈ સુધી મુલત્વી કરાઈ હતી. હવે રીલિઝમાં વધુ વિલંબની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here