દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની પ્રભાસ સાથેની ફિલ્મ ‘સ્પિરિટ’માં તૃપ્તિ ડિમરી મુખ્ય હિરોઈન છે પરંતુ તેની સાથે કાજોલ પણ એક મહત્વના રોલમાં જોવા મળે તેવી સંભાવના છે.

અગાઉ, આ પહેલા કરીના કપૂર આ ફિલ્મમાં જોડાઇ હતી, પરંતુ તેણે પછીથી આ ફિલ્મ છોડી દીધા હોવાના સમાચાર હતા. કાજોલ આ ફિલ્મ સાઈન કરશે તો તેલુગુમાં તેની આ ડેબ્યૂ ફિલ્મ હશે.
ચર્ચા અનુસાર કાજોલ આ ફિલ્મમાં એકશન દ્રશ્યો ભજવતી જોવા મળશે.
ફિલ્મનું શૂટિંગ બહુ લાંબા વિલંબ બાદ તાજેતરમાં જ શરુ થયું છે. ફિલ્મમાં અગાઉ દીપિકા પાદુકોણ મુખ્ય હિરોઈન હતી. પરંતુ કામના કલાકો બાબતે મતભેદ થતાં તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.

