BOLLYWOOD : હવે વરૂણે નો એન્ટ્રી ટુ છોડી દીધાની ચર્ચાથી બોની કપૂર નારાજ

0
88
meetarticle

બોની ધવનનાં પ્રોડક્શનની ‘નો એન્ટ્રી ટુ’ ફિલ્મ બને ત્યારની વાત ત્યારે પણ હાલ તો આ ફિલ્મની જાહેરાત બાદ તેના કાસ્ટિંગ સહિતની બાબતો પર જ એક પછી એક વિવાદ ચાલ્યા કરે છે. અગાઉ દિલજીત દોસાંઝે સ્ક્રિપ્ટ બાબતે અસંતોષ વ્યક્ત કરી ફિલ્મ છોડી દીધી હતી. હવે વરુણ ધવને પણ તારીખોનું બહાનું કાઢી ફિલ્મ છોડી દીધી હોવાની ચર્ચા થઈ રહી છે.

જોકે, બોની કપૂર અ ચર્ચાથી નારાજ થયો છે અને તેણે જણાવ્યું છે કે લોકો ફિલ્મ વિશે નાહકની અફવાઓ ફેલાવી રહ્યા છે.

બોનીએ કહ્યું હતું કે ફિલ્મ બાબતે તેના અને વરુણ ધવન વચ્ચે સંતલસો આજની તારીખે પણ ચાલુ છે. વરુણે ફિલ્મ છોડયાની વાતમાં કોઈ દમ નથી.

અત્યારે તો આ ફિલ્મનો એકમાત્ર કન્ફર્મ સ્ટાર બોનીનો દીકરો અર્જુન કપૂર જ છે.

અર્જુનની કેરિયર આમ પણ ડામાડોળ છે અને તેની પાસે આવી હોમ પ્રોડક્શનની ફિલ્મો સિવાય ખાસ આરો પણ નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here