રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન તા. ૨૬મી ફેબ્રુઆરીએ ઉદયપુરમાં થવાના હોવાનું લાંબા સમયથી ચર્ચાય છે. જોકે, આ યુગલે હજુ સુધી તેમનાં લગ્ન બાબતે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી. પરંતુ, હવે વિજય દેવરકોંડાનું ઘર રોશનીથી શણગારાતાં લગ્ન કન્ફર્મ હોવાનો પહેલો સત્તાવાર સંકેત મળ્યો છે. રોશનીથી ઝગમગતાં વિજયના ઘરના ફોટા વાયરલ થતાં ચાહકો રાજી થઈ ગયા છે.

અનેક ચાહકોએ રશ્મિકા તથા વિજયને અત્યારથી જ અભિનંદનો આપવાં શરુ કરી દીધાં છે.
કેટલાક ચાહકોએ લખ્યું છે કે તેઓ તેમના કપલ ફોટોઝની પ્રતીક્ષા કરી રહ્યા છે. બીજી તરફ અત્યાર સુધીમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આ લગ્ન ઉદયપુર મુખ્ય શહેરથી દૂર એક હિલ રિસોર્ટમાં યોજાવાનાં છે. મહેમાનોને તા. ૨૩મીથી ઉદયપુર પહોંચી જવા જણાવી દેવાયું છે. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી સુધી ઉદયપુરમાં જ લગ્ન સંબંધિત વિવિધ પ્રસંગો યોજાવાના છે.

