ઈશાન ખટ્ટર સહિતના કલાકારોની હાલમાં જ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ની વાર્તા પોતાનાં પુસ્તકમાંથી ઉઠાવાઈ હોવાનો દાવો એક લેખિકા પૂજા ચાંગોઈવાલાએ કર્યો છે. તેના દાવા મુજબ ૨૦૨૧માં પોતાનું ‘હોમબાઉન્ડ’ ટાઈટલ ધરાવતું જ પુસ્તક પ્રગટ થયું હતું. તેમાં અને ફિલ્મની વાર્તામાં અનેક સામ્યતાઓ છે. લેખિકાએ કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સ ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે પણ કોપીરાઈટ ભંગની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે, ધર્મા પ્રોડક્શન્સના જણાવ્યા અનુસાર તેઓ આ કાર્યવાહીમાં વળતો કાનૂની બચાવ રજૂ કરવાના છે.
લેખિકાના દાવા અનુસાર ફિલ્મમાં પુસ્તકનાં જ ટાઈટલનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત અનેક દ્રશ્યો, સંવાદો, ઘટનાઓ પણ યથાતથ દર્શાવાયાં છે.

