એક આંતરરાષ્ટ્રીય એન્ટરટેઈનમેન્ટ ક્રેડિટ પોર્ટલ દ્વારા ભારતનાં ૨૦૨૫ના પોપ્યુલર સ્ટાર્સની યાદી પ્રગટ કરાઈ છે. તેમાં ં’સૈયારા’નો હિરો અહાન પાંડે પ્રથમ અને અનીત પડ્ડા બીજા ક્રમાંક પર છે.

આ યાદીમાં આમિર ખાન ત્રીજા નંબરે છે. ઇશાન ખટ્ટર તેની ફિલ્મ ‘હોમબાઉન્ડ’નાં પરફોર્મન્સ માટે ચોથા ક્રમાંકે છે. લક્ષ્ય લાલવાની વેબ સીરીઝ ‘ધ બૈડસ ઓફ બોલિવુડ’ માટે પાંચમા નંબરે આવ્યો છે. રશ્મિકા મંદાના ફિલ્મ ‘છાવા ‘અને ‘થામા’ માટે છટ્વા નંબરે જ્યારે કલ્યાણી પ્રિયદર્શન ફિલ્મ ‘લોકા ચેપ્ટર વન’ માટે સાતમા સ્થાને છે. આઠ,નવ, અને દસમા ક્રમાંકે તૃપ્તિ ડીમરી, રુકમણિ વસંત અને ઋષભ શેટ્ટી છે. આ યાદી પરથી એવું અર્થઘટન થઈ રહ્યું છે કે હવે શાહરૂખ,સલમાન તેમજ અન્ય ટોચના કલાકારોનો દબદબો ઝાંખો પડયો છે.
અને તેમનું સ્થાન નવી પેઢીના કલાકારો લઇ રહ્યા છે.

