BOLLYWOOD : 46 વર્ષની નરગિસ ફખરીએ ઘૂંટણમાં સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ કરાવી

0
23
meetarticle

બોલિવુડ હિરોીન નરગિસ ફખરીએ તેની ઘૂંટણની ઈજા માટે સ્ટેમસેલ ટ્રીટમેન્ટ કરાવી છે.  તે આશરે એક દાયકાથી ઘૂંટણની ઈજાથી પીડાતી હતી. તેના જણાવ્યા મુજબ ડાન્સિંગના કારણે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. 

નરગિસે એક વિડીયો ક્લિપ દ્વારા ચાહકોને આ બાબતે માહિતી આપી હતી. તેના જણાવ્યા અનુસાર તેને બંને ઘૂંટણની ઢાંકણીમાં ઈજા થઈ હતી. આ માટે તેણે એક દાયકા સુધી પીડા વેઠી હતી. આખરે તેણે બોન મેરો સ્ટેમ સેલ ટ્રીટમેન્ટનો વિકલ્પ અપનાવ્યો હતો. 

તેણે કહ્યું હતું કે આ સારવાર બાદ તેને ૭૫થી ૮૦ ટકા જેટલો  ફરક પડયો છે. તેણે કહ્યું હતું કે દાયકા પહેલાં તેને ઈજા થઈ ત્યારે તેને સર્જરી  કરાવી લેવાનું સૂચવાયું હતું. પરંતુ,  પોતે સર્જરી કરાવવાને બદલે ફિઝિયોથી કામ  ચલાવ્યું હતું. 

જોકે,  હાલમાં તેને સ્ટેમ સેલ થેરાપીની માહિતી મળી હતી અને તેથી તેણે આ વિકલ્પ પસંદ કર્યો  હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here