BOLLYWOOD : Jailer 2 ની રિલીઝ ડેટ ફાઈનલ, જાણો ક્યારે થિયેટરો ગજવશે રજનીકાંતની એક્શન થ્રિલર ફિલ્મ

0
74
meetarticle

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘કુલી’એ દર્શકોને ખુશ કર્યા છે. હવે તેમના ચાહકો આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, રજનીકાંતની આગામી ફિલ્મ ‘જેલર 2’ ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. સુપરસ્ટારે પોતે પુષ્ટિ આપી છે કે, તેમની આ એક્શન-થ્રિલર ફિલ્મ આવતા વર્ષે મોટા પડદા પર જોવા મળશે.

જેલર 2નું પહેલું ટીઝર 17 જાન્યુઆરીએ રિલીઝ થયું હતું 

‘જેલર 2’ વર્ષ 2023ની ફિલ્મ જેલરની સીક્વલ છે. આ વર્ષે 17 જાન્યુઆરીએ જેલર 2ની જાહેરાત સાથે ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમા સુપરસ્ટારનો જબરજસ્ત એક્શન અવતાર જોવા મળી રહ્યા હતા. રજનીકાંત છેલ્લા કેટલાક સમયથી જેલર 2 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન હવે તેમણે પોતે ફિલ્મ રિલીઝની તારીખ જણાવી હતી. 

જેલર 2 ક્યારે થશે રિલીઝ 

મીડિયા રિપોર્ટ પ્રમાણે રજનીકાંત કેરલના પલક્કડ નજીક જેલર 2ના શૂટિંગમાં પહોંચ્યા હતા. કેરળમાં શૂટિંગ પૂરુ કર્યા પછી રજનીકાંત ચેન્નઈ પરત આવ્યા હતા. એરપોર્ટ પર સુપરસ્ટારે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન રજનીકાંતે કહ્યું કે, આ ફિલ્મ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોાં રિલીઝ થશે. આ ફિલ્મમાં એસજે સૂર્યા અને નંદમૂરી બાલાકૃષ્ણ જેવા સ્ટાર્સ જોવા મળશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here