BOLLYWOOD : Rajkummar Raoએ રૂ.3 કરોડની Lexus LM 350h ખરીદીને લક્ઝરી કાર ક્લબમાં લીધી એન્ટ્રી, જાણો આ MPV સેગમેન્ટની ખાસિયત

0
108
meetarticle

બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવે તાજેતરમાં પોતાની કાર કલેક્શનમાં એક સુપર લક્ઝરી વાહનનો ઉમેરો કર્યો છે જેનું નામ છે ‘Lexus LM 350h’. આ કોઈ સામાન્ય કાર નથી. તેને એક હરતો ફરતો મહેલ પણ કહેવામાં આવે છે. પોતાની ફિલ્મ શ્રીકાંત માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યા બાદ રાજકુમારે પોતાને આ શાહી સવારી ભેટ આપી છે.

લક્ઝરી MPVની સવારી

Lexus LM 350h એ વૈભવી MPV સેગમેન્ટમાં ટોચ પર છે અને તે વિશ્વભરના ફિલ્મ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓની પણ પ્રિય કાર છે. રાજકુમાર રાવ હવે રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, જાહ્નવી કપૂર અને વિજય જેવા કલાકારોની ક્લબમાં જોડાઈ ગયા છે. જેઓ પણ આ લક્ઝરી MPVની સવારી કરે છે.

આ MPVના મુખ્ય ફીચર્સ

Lexus LM350hની સૌથી મોટી ઓળખ તેની અતિ-આરામદાયક કેબિન છે. કંપની પોતે તેને મૂવિંગ 5-સ્ટાર હોટેલ કહે છે. માનવામાં આવે છે કે રાજકુમારે તેનું 4 સીટર વેરિઅન્ટ ખરીદ્યું છે. જેની ઓનરોડ કિંમત રૂ.3 કરોડથી વધુ હોઈ શકે છે. આ MPVમાં બેઠેલા મુસાફરને શાહી સિંહાસન જેવો અનુભવ થાય છે. તેના કેટલાક ફીચર્સની વાત કરીએ તો, VIP સીટ્સ: પાવર્ડ ઓટોમેન, મસાજર અને સ્માર્ટ રિફ્રેશ સીટ વાઇબ્રેટર સાથેની અત્યંત આરામદાયક સીટ્સ. પાછળની સીટના મુસાફરો માટે 48-ઇંચની અલ્ટ્રા-વાઇડ સ્ક્રીન અને માર્ક લેવિન્સન 3D સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ. 4 ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ફોલ્ડેબલ ટેબલ, વેનિટી મિરર અને એક મિની રેફ્રિજરેટર. આ ગાડીમાં 14 એરબેગ્સ, Lexus Safety System+ અને 360-ડિગ્રી કેમેરા જેવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.

આ MPVનું શાનદાર પ્રદર્શન

પાવર અને પ્રદર્શનની દ્રષ્ટિએ પણ Lexus LM350h પ્રભાવશાળી છે. તેમાં 2.5-લિટર, ઇનલાઇન 4 સિલિન્ડર હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન આપેલું છે. આ એન્જિન 190.42 bhp પાવર અને 242 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં E-CVT ઓટોમેટિક ગિયરબોક્સ અને ઇલેક્ટ્રિક ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ (AWD) મળે છે. જે દરેક પ્રકારના રસ્તા પર ઉત્તમ સ્થિરતા અને ટ્રેક્શન આપે છે. હાઇબ્રિડ એન્જિનને કારણે આ MPV માત્ર પાવરફુલ નથી પણ માઇલેજના મામલે પણ શાનદાર પ્રદર્શન કરે છે. રાજકુમાર રાવની આ નવી ખરીદી તેની મહેનત અને સફળતાનું પ્રતીક છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here