BOLLYWOOD : અમાલ મલિકને કોર્ટમાં ઘસડી જવા સચેત-પરંપરાની ચિમકી

0
44
meetarticle

અમાલ મલિકે  ફિલ્મ ‘કબીર સિંહ’નું ગીત ‘બેખ્યાલી..’ પોતાનું ગીત હોવાનો દાવો કર્યો હતો જેને ગાયક જોડી સચેત અને પરંપરાએ સોશયલ મીડિયા પર પડકારીને અમાલ મલિક માફી નહીં માંગે તો કોર્ટમાં ખેંચી જવાની ધમકી પણ આપી છે. 

સચેત અને પરંપરાએ પુરાવા સાથે આ ગીત પોતાનું છે તેવી સ્પષ્ટતા કરી છે. સાથે તેમણે કહ્યું છે કે, અમે કદી શમણાંમાં પણ નહોતું વિચાર્યું કે અમારે અમારા જ ગીત માટે સ્પષ્ટતા કરવી પડશે. તેમએ એમ પણ દાવો કર્યો છે કે, આ ગીત બનતું હતું ત્યારે અમારી સાથે ‘કબીર સિંહ’ની પુરી ટીમ હતી. દરેક મેલડી,દરેક કોમ્પોઝિશન, દરેક મેનેજમેન્ટ, દરેક લિરિક્સ અમારા છે. 

આ સિંગર કપલનાં દાવા અનુસાર અમાલ મલિકને પણ  આ ગીત બની રહ્યું હતું ત્યારથી તે તેમનું ગીત હોવાની જાણ હતી અને તેમણે કપલને આ અંગે મેસેજ પણ કર્યા હતા. હવે અચાનક અમાલ મલિકે આ ગીત પોતાનું હોવાનો દાવો  કરતાં તેમને આંચકો લાગ્યો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here