BOLLYWOOD : આજે પણ પુરુષોને જોઈએ છે વર્જિન છોકરીઓ!’ નીના ગુપ્તાએ ફરી એકવાર આપ્યું બોલ્ડ નિવેદન

0
32
meetarticle

બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા તેમના સ્પષ્ટ નિવેદનો માટે જાણીતી છે. તેઓ ક્યારેય પણ કોઈ પણ નિવેદન આપતી વખતે તેના પર ફિલ્ટર નથી લગતા. તેઓ સ્પષ્ટપણે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં રહે છે. તેમને લાગે છે કે લોકો કેટલી પણ મોટી વાતો કરી લે, ભારત કેટલાક મામલે જરાક પણ નથી બદલ્યું. નીનાએ ઉદાહરણ આપ્યું કે આજે પણ પુરુષ લગ્ન કરવા માટે વર્જિન મહિલાને પ્રાથમિકતા આપે છે. તેમણે પોતાની આસપાસના ઘણા ઉદાહરણ આપ્યા કે જ્યાં લગ્ન પછી મહિલાઓ પર વિચિત્ર-વિચિત્ર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે, જેમ કે સાઈબાબાની પૂજા ન કરવી કે પરિવારનો ફોટો બેડરૂમમાં ન રાખવો.

નીના ગુપ્તાએ એક પૉડકાસ્ટમાં જણાવ્યું કે પુરુષો લગ્ન કરતી વખતે શું જોવે છે. નીનાએ કહ્યું કે પુરુષો વિચારે છે કે છોકરી પરિવારમાં એડજસ્ટ થઈ જાય, માતાપિતા સાથે સારા સંબંધ રાખે અને વર્જિન પણ હોવી જોઈએ. તેમને પૂછવામાં આવ્યું કે શું હજુ પણ આવું થાય છે, તો નીનાએ જવાબ આપ્યો કે શું આ બદલાઈ ગયું છે? ક્યાંની વાત કરો છો? ભારતની વાત કરી રહ્યા છો ને!પૉડકાસ્ટમાં એમ કહેવામાં આવ્યું કે હવે તો બધુ ઘણું ઓપન થઈ ગયું છે. એના પર નીનાએ કહ્યું, ક્યાં-ક્યાં ઓપન થયું, કોણ કહે છે કે ઓપન થયું? તમે કયા ભારતવર્ષની વાત કરો છો? અમારે ત્યાં તો કશું જ નથી બદલાયું. અમારે ત્યાં હજુ પણ માથા પર પલ્લું નાખીને સવારે સસરાને પગે લાગે છે. આપણે જે ઘણા સારા કપડાં પહેરીને આરામથી ફરીએ છીએ અને કઈં પણ બોલીએ છીએ, તે ભારત નથી.નીના ગુપ્તાએ કહ્યું – હું એમ જ નિવેદન આપવા માટે નથી કહી રહી. મેં આ બધુ જોયું છે. મારા પિતાની સાઇડથી એક સંબંધી હતી. તેમની દિલરીના લગ્ન મુંબઈના એક છોકરા સાથે થયા. મારા પિતાએ એકવાર આ છોકરા-છોકરી અને તેમના પરિવારને ઘરે બોલાવ્યા હતા, વાત કરવા માટે, કારણ કે છોકરી એ છોકરા અને તેના પરિવાર સાથે રહેવાનો ઇનકાર કરી રહી હતી. છોકરી સાઈબાબાની પૂજા કરતી હતી, તે રૂમમાં તેમનો ફોટો રાખતી હતી. તેની સાસુ કહેતી કે તે સાઈબાબાની નહીં પણ તેમના એ ગુરુનો ફોટો રૂમમાં રાખે કે જેમની તેઓ પૂજા કરતાં હતા.

નીનાએ વધુ એક ઉદાહરણ આપ્યું, મારી ભાણેજની સાસુ કહે છે કે પોતાના બેડની બાજુના ટેબલ પર પરિવારનો ફોટો ન રાખીશ, અમારે હજુ લાંબુ જીવન જીવવાનું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here