આયુષ્માન ખુરાના પતિ પત્ની ઓર વો ટુ માં ત્રણ હિરોઇન સાથે રૂપેરી પડદે રોમાન્સ કરતો જોવા મળશે.

ફિલ્મમાં અભિનેતા સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલપ્રીત સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે હાલમાં શેર થયેલા પોસ્ટરમાં આયુષ્માન ખુરાના, સારા અલી ખાન અને વામિકા ગબ્બી, રકુલ પ્રીત સિંહની ફિલ્મ પતિ પત્ની ઓર વોહ ટુમાં જોવા મળશે. ફિલ્મ ૪ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.
પતિ પત્ની ઓર વો ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થઇ હતી. જે હિટ ગઇ હતી.
મૂળ ફિલ્મમાં કાર્તિક આર્યન બે હિરોઇનો સાથે જોવા મળ્યો હતો. પરંતુ હવે બીજા ભાગમાં આયુષ્માને ત્રણ અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરતો જોવા મળવાનો છે. મૂળ ફિલ્મમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે એ કામ કર્યું હતું.
કાર્તિક આર્યનની પતિ પત્ની ઓર વો રૂપેરી પડદે હિટ ગઇ હતી. હવે ભાગ ટુને વધુ રસપ્રદ કરવા માટે અભિનેતા ત્રણ હિરોઇનો સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

