થોડા સમય પહેલાં રણબીર કપૂરે મુંબઈમાં વિશાળ કમર્શિઅલ સ્પેસ ખરીદતાં તે આર કે સ્ટુડિયોનું બેનર રિવાઈવ કરી રહ્યો હોવાની વાત પ્રસરી હતી. જોકે, કરીના કપૂરે આ અટકળોને ફગાવી દીધી છે. કરીનાએ એક સંવાદમાં કહ્યું હતું કે રણબીર બહુ સારો એક્ટર છે અને તેનું સમગ્ર ફોક્સ પોતાની એક્ટિંગ કેરિયર પર જ છે.

અમારા પરિવારમાં ફક્ત કરિશ્મા અને રણબીર જ આ બાબતે પહેલ કરી શકે તેમ છે પરંતુ હાલ તે બનવાનું નથી. અમારાં ફેમિલી ગૂ્રપમાં પણ આ બાબતે ચર્ચા થઈ ચૂકી છે. મારામાં એક ડિરેક્ટર કે પ્રોડયૂસર તરીકેની કોઈ ક્ષમતા નથી. આથી મારે ઉદાસ થઈને કહેવું પડે છે કે આર કે બેનર હાલ પુનર્જીવિત થવાનું નથી. બોલિવુડ વર્તુળોમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે કે રણબીર આર કે બેનર રિવાઈવ કરી રહ્યો છે અને તેણે આ માટે સ્ક્રિપ્ટ અને કલાકારો પણ પસંદ કરી લીધા છે. જોકે, કરીનાએ હાલ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું છે.

