BOLLYWOOD : ઈમરાન હાશ્મી અને યામીની હક્ક આગામી નવેમ્બરમાં આવશે

0
47
meetarticle

ઈમરાન હાશ્મી અને યામી ગૌતમની ફિલ્મ ‘હક્ક’ આગામી સાતમી નવેમ્બરે રીલિઝ થવાની છે. ઈમરાન અને યામી પહેલી વખત સ્ક્રીન શેર કરી રહ્યા છે. 

આ ફિલ્મ ઐતિહાસિક શાહબાનો કેસ પર આધારિત હોવાનું કહેવાય છે . યામી આ પહેલાં ‘આર્ટિકલ ૩૭૦’માં કામ કરી ચૂકી છે. આમ તે વધુ એક વાસ્તવિક ઘટના આધારિત ફિલ્મ કરી રહી છે. 

યામી ગૌતમ બહુ પસંદગીની જ ફિલ્મો કરે છે જ્યારે ઈમરાન હાશ્મી હવે છૂટીછવાઈ ફિલ્મોમાં જ દેખાય છે. 

આમ બંને કલાકારો બોક્સ ઓફિસની સફળતાના લેખાંજોખાંમાંથી બહાર નીકળી ચૂક્યાં છે.  કદાચ એટલે જ તેમણે આવા ગંભીર વિષય પરની ફિલ્મ સ્વીકારી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here