BOLLYWOOD : ઓ રોમિયોની ઈવેન્ટ એક કલાક મોડી શરૂ થતાં નાના પાટેકર રવાના

0
23
meetarticle

મુંબઈમાં યોજાયેલી ‘ઓ રોમિયો’ ફિલ્મની ઈવેન્ટ એક કલાક મોડી શરુ થતાં સમયસર આવી ગયેલા નાના પાટેકરે ગુસ્સે ભરાઈને ત્યાંથી ચાલતી પકડી હતી.

મુંબઈનાં અંધેરીમાં ફિલ્મનાં પોસ્ટર લોન્ચ અને ટ્રેલર લોન્ચની ઈવેન્ટ યોજાઈ હતી. ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી ગયેલા નાના પાટેકરે એકદમ સમયસર એન્ટ્રી લઈ લીધી હતી. જોકે, શાહિદ કપૂર તથા તૃપ્તિ ડિમરી સહિતના કલાકારો બહુ મોડા આવ્યા હતા. પોસ્ટર લોન્ચની ઈવેન્ટ ધાર્યા કરતાં લાંબી ચાલતાં ટ્રેલર લોન્ચમાં પણ વિલંબ થયો હતો. એક કલાક સુધી બેસી રહેલા નાના પાટેકરે ભારે ગુસ્સે ભરાઈને ટ્રેલર લોન્ચ શરુ થાય તે પહેલાં જ ત્યાંથી ચાલતી પકડી હતી.

બાદમાં ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે નાના પાટેકરનાં આ વર્તનથી તેમને જરા પણ માઠું નથી લાગ્યું. આ મિજાજ જ નાના પાટેકરને નાના પાટેકર બનાવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here