પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ ટુ’માં દીપિકા પદુકોણની જગ્યાએ હવે સાઈ પલ્લવી ગોઠવાય તેવી શક્યતા છે. જોકે હજુ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

આ ફિલ્મનું શૂટિંગ ફેબુ્રઆરી થી શરૂ કરવામાં આવશે.
પહેલા એવી અફવા હતી કે આલિયા ભટ્ટ દીપિકાનું સ્થાન લઈ શકે છે. પરંતુ હવે નિર્મતાઓએ સાઈ પલ્લવી સાથે વાત શરુ કરી છે.
દીપિકાએ આ ફિલ્મ માટે વધારે પૈસા માગતાં તથા કેટલીક શરતો મૂકતાં નિર્માતાઓએ તેને પડતી મૂકી હતી.

