BOLLYWOOD : કાંતારા’ જેવો અનુભવ! ‘નાગબંધમ’નું ધમાકેદાર ટીઝર રિલીઝ, વિઝ્યુઅલ્સ જોઈને ફેન્સ મંત્રમુગ્ધ

0
29
meetarticle

તેલુગુ સિનેમાની પૌરાણિક પૃષ્ઠભૂમિ ધરાવતી પેન-ઈન્ડિયા એડવેન્ચર ફિલ્મોએ દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. પછી તે ‘કાર્તિકેય 2’ હોય, ‘હનુમાન’ હોય કે ‘મિરાઈ’. હવે આ જ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક મોટી ફિલ્મ આવી રહી છે ‘નાગબંધમ’. મહાશિવરાત્રિના અવસરે તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુએ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે, જેને જોઈને લોકોની ઉત્સુકતા અને ભક્તિ બંને વધી ગયા છે.

પૌરાણિક પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ

પ્રાચીન રહસ્યો અને વિષ્ણુ મંદિરોના ગૂઢ રહસ્ય પર આધારિત આ ફિલ્મમાં કોઈ બહુ મોટો સુપરસ્ટાર નથી, કે નથી ટીઝરમાં કોઈ વિસ્ફોટક ડાયલોગ. તેમ છતાં, માત્ર તેના શાનદાર વિઝ્યુઅલ્સ તમને ટીઝર સાથે જકડી રાખશે.

શું છે ‘નાગબંધમ’નો પ્લોટ?

પદ્મનાભસ્વામી અને પુરી જગન્નાથ જેવા પ્રાચીન વિષ્ણુ મંદિરોમાં ‘નાગબંધમ’ નામના એક અનુષ્ઠાનની પરંપરા રહી છે. આ પરંપરા સાથે મંદિરોના અઢળક ખજાના અને અનેક દંતકથાઓ જોડાયેલી છે. ‘નાગબંધમ’ ફિલ્મ આવી જ એક વાર્તા પર આધારિત છે. ટીઝરમાં જોવા મળે છે કે, એક લાલચુ પાત્ર આ મંદિરોમાં છુપાયેલા ખજાના પરના સુરક્ષા કવચ એટલે કે ‘નાગબંધમ’ને તોડતા શીખી ગયો છે.

વિષ્ણુ મંદિરોના રહસ્યો

ડિરેક્ટર અભિષેક નામાની આ ફિલ્મ વિષ્ણુ મંદિરો અને નાગબંધના રહસ્યને હિમાલયમાં છુપાયેલા કોઈ પ્રાચીન સ્થાન સાથે જોડે છે. આ વાર્તા અલગ-અલગ સમયગાળામાં વહેંચાયેલી લાગે છે. જેમાં આધુનિક પાત્રોની સાથે લાખો વર્ષો પહેલાના પૌરાણિક પાત્રો પણ જોવા મળે છે. ખાસ વાત એ છે કે, સમગ્ર ટીઝરમાં એક પણ ડાયલોગ નથી, માત્ર બેકગ્રાઉન્ડ સ્કોર અને વિઝ્યુઅલ્સ જ વાર્તા પ્રત્યે રસ જાળવી રાખે છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ

આ ફિલ્મમાં યુવા તેલુગુ સ્ટાર વિરાટ કર્ણ મુખ્ય ભૂમિકામાં છે. તે એક આધુનિક પાત્ર ઉપરાંત ભગવાન શિવ જેવા ગેટઅપમાં પણ જોવા મળે છે. તેની સાથે ફીમેલ લીડમાં નાભા નતેશ અને ઈશા રેબ્બા મહત્વના રોલમાં છે. આ ઉપરાંત જગપતિ બાબુ, મુરલી શર્મા અને જયપ્રકાશ જેવા દિગ્ગજ કલાકારો પણ ફિલ્મમાં જોવા મળશે.

અહેવાલો અનુસાર, ‘નાગબંધમ’ તેના ભવ્ય સેટ માટે પણ ચર્ચામાં છે. મેકર્સે હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાં આશરે 10 કરોડના ખર્ચે એક પ્રાચીન મંદિરનો સેટ તૈયાર કર્યો છે, જ્યાં ફિલ્મના ગીતો અને મહત્વના દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે.

રિલીઝ વિગત

આ ફિલ્મને આ વર્ષે ઉનાળામાં રિલીઝ કરવાનું આયોજન છે. જોકે ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ‘નાગબંધમ’ મૂળ તેલુગુ ઉપરાંત હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે. હવે જોવાનું એ રહેશે કે આ એમ્બિશિયસ ફિલ્મ થિયેટરોમાં કેવો કમાલ કરે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here