ક્રિતી સેનન અને યામી ગૌતમ આનંદ એલ રાયની નવી ફિલ્મ ‘નઈ નવેલી’માં સ્ક્રીન શેર કરવાનાં છે. ફિલ્મમાં બંને હિરોઈનોનો પેરેલલ રોલ હશે.

ક્રિતી અને યામી પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે. યામીની આનંદ એલ રાય સાથે આ પહેલી ફિલ્મ હશે. જ્યારે ક્રિતી સેનન આનંદ એલ રાયની ‘તેરે ઈશ્ક મેં’ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આ ફિલ્મ એક લોકકથા પર આધારિત હોવાનું કહેવાય છે. આનંદ એલ રાય પોતાની સ્ટાઈલ પ્રમાણે એક નાનાં શહેરની લોકકથા અને ગૂઢ તત્ત્વોનું સંમિશ્રણ ધરાવતી વાર્તા પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. જોકે, આ સમગ્ર પ્રોજેક્ટ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી.

