BOLLYWOOD : ચાંદની બાર ટુ માટે તૃપ્તિ, અનન્યા અને શર્વરી વચ્ચે હોડ

0
47
meetarticle

ચાંદની બાર ટુ’ ની તૈયારી શરુ થઈ ગઈ છે. મૂળ ફિલ્મમાં તબુએ  મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે  પાર્ટ ટુમાં મુખ્ય ભૂમિકા માટે તૃપ્તિ ડીમરી, શરવરી અને અનન્યા પાંડેના નામ મોખરે છે.  નિર્માતાઓ સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે મુખ્ય હિરોઈનની પસંદગી કરવાના  છે. ટૂંક સમયમાં જ કાસ્ટિંગની જાહેરાત થવાની સંભાવના છે. 

મૂળ ‘ચાંદની બાર’ એક  બાર ડાન્સરની સ્ટોરી હતી.તબ્બુએ આ ફિલ્મમાં યાદગાર અભિનય કરીને નેશનલ એવોર્ડ મેળવ્યો હતો.  જોકે, પાર્ટ ટુમાં હાલના સમય પ્રમાણે કોઈ જુદા માહોલ અને જુદાં પાત્રની વાત કહેવાય તેવી સંભાવના છે. જોકે, ફિલ્મનું હાર્દ લગભગ એક સમાન હશે.  આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આવતાં વર્ષે ‘ચાંદની બાર’ રીલિઝ થયાનેં પચ્ચીસ  વર્ષ પૂરાં થવાનાં છે. તે વખતે જ પાર્ટ ટુ રીલિઝ કરાશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here