BOLLYWOOD : છાવાને પછાડી 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની કાંતારા ચેપ્ટર-1, જાણો બોક્સ ઓફિસ કલેક્શન

0
46
meetarticle

Rishab Shetty ની Kantara Chapter 1 બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. ‘કાંતારા ચેપ્ટર 1’ પહેલા જ અઠવાડિયામાં આ વર્ષની કેટલીક મોટી ફિલ્મોને પાછળ પાડી દીધી છે. તો હવે ‘કંતારા ચેપ્ટર 1’ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મને પાછળ છોડી ગઈ છે. 14 ફેબ્રુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલ અને રશ્મિકા મંદન્નાની ‘Chhaava’એ વિશ્વભરમાં  રુપિયા 807 કરોડ નું કલેક્શન કર્યુ હતું. આ વર્ષે રિલીઝ થયેલી બીજી કોઈ ફિલ્મ તેની બરાબરી કરી શક્યું નથી. પરંતુ, ‘કંતારા ચેપ્ટર 1’ એ આ ગેમ સંપૂર્ણપણે બદલી નાખી. ‘કંતારા ચેપ્ટર 1’ એ વિશ્વભરમાં રુપિયા 818 કરોડની કમાણી કરી છે.

‘કાંતારા ચેપ્ટર 1’ નું હિન્દી વર્ઝન 200 કરોડ ક્લબમાં સામેલ

‘કંતારા ચેપ્ટર 1’ જ્યારે રિલીઝ થઈ ત્યારે શરૂઆતના થોડા દિવસો સુધી કન્નડ વર્ઝન દ્વારા કમાણીમાં સિંહફાળો રહ્યો હતો. એ પછી હિન્દી પ્રેક્ષકોએ દ્વારા પણ મોટો સિંહ ફાળો રહ્યો. ફિલ્મે હિન્દી માર્કટમાં જૂના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવાનું શરૂ કર્યું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે અહેવાલ આપ્યો છે કે, ‘કાંતારા ચેપ્ટર 1’ નું હિન્દી વર્ઝન 200 કરોડ ક્લબમાં સામેલ થયું છે. તે વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે.  હવે ‘સૈયારા’ અને ‘છાવા’ બે ફિલ્મો તેની ઉપર છે. કન્નડ ફિલ્મ હોવા છતાં ફિલ્મનું હિન્દી ડબ વર્ઝન મોટી કમાણી કરી રહ્યું છે.

‘કાંતારા ચેપ્ટર 1’ ઓક્ટોબરની શરૂઆતમાં રિલીઝ થઈ હતી

‘કાંતારા ચેપ્ટર 1’ ઓક્ટોબરની શરૂઆતમાં રિલીઝ થઈ હતી. એવું પણ નથી કે, આખો મહિનો કોઈ મોટી ફિલ્મો થિયેટરોમાં રિલીઝ નથી થઈ કે જેથી ‘કાંતારા ચેપ્ટર 1’ ને કોઈ સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હોય. આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદન્નાની ‘થામા’ અને હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની ‘એક દીવાને કી દીવાનીયાત’ પણ દિવાળી દરમિયાન રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મો પણ સારી કમાણી કરી રહી છે, પરંતુ આ ‘કાંતારા ચેપ્ટર 1’ ની રફતારની તોડી શક્યા નહીં. 

નોંધનીય છે કે ‘થામા’ એ છ દિવસમાં આશરે રુપિયા 91 કરોડની કમાણી કરી છે. આ દરમિયાન, ‘એક દીવાને કી દીવાનીયાત’ એ આશરે રુપિયા 41 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ હર્ષવર્ધન રાણેના કરિયરની સૌથી મોટી ફિલ્મ બનવાની કગાર પર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here