BOLLYWOOD : જોન અબ્રાહમ આગામી ફિલ્મમાં દુર્યોધનના રોલમાં જોવા મળશે

0
76
meetarticle

બોલીવૂડમાં પૌરાણિક-ધાર્મિક કથાઓ પરથી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ શરુ થયો છે. હવે તેમાં વધુ એક નામ ઉમેરાયું છે. એક ચર્ચા મુજબ જોન અબ્રાહમ મહાભારતનાં પાત્ર દુર્યોધન પરથી બનનારી ફિલ્મમાં દુર્યોધનનું મુખ્ય પાત્ર ભજવવાનો છે.

આ ફિલ્મને જોકે, પૌરાણિક સેટ અપમાં જ રજૂ કરાશે કે મહાભારતની વાર્તાનો આધાર લઈ આધુનિક સંદર્ભમાં રજૂ કરાશે તે અંગે વધુ વિગતો આવી નથી. જોન અબ્રાહમની તાજેતરની ફિલ્મ ‘તહેરાન’ના ડાયરેક્ટર અરુણ ગોપાલન જ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. ફિલ્મનું શીર્ષક પણ ‘દુર્યોધન’ જ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મના શૂટિંગની શરૂઆત ૨૦૨૬થી કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here