BOLLYWOOD : જ્હોન અબ્રાહમે રોહિત શેટ્ટીની રાકેશ મારિયાની બાયોપિકનું શૂટિંગ શરૂ કર્યું

0
40
meetarticle

રોહિત શેટ્ટીની મોટા ભાગની ફિલ્મો પોલીસ વિષય પર આધારિત હોય છે. હવે આમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિક બનાવી રહ્યો છે. જેમાં જોન અબ્રાહમ મુખ્ય રોલમાં જોવા મળશે. જો કે અભિનેતા તેમજ દિગ્દર્શક ફિલ્મની હાલમાં જ અભિનેતાનું  સત્તાવાર ઘોષણા કરી નથી.

ખાખી વરદીમાં સોશયિલ મીડિયા પર તસવીર અને વીડિયો વાયરલ થયા હતા. 

જે જોઈને લોકો અનુમાન કરી રહ્યા છે  કે જોન અબ્રાહમે રોહિત શેટ્ટીની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અટકળ એવી પણ છે કે જોન અબ્રાહમ આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ સેન્ટ્રલ પર કરી રહ્યો છે.

એક રિપોર્ટના અનુસાર રોહિત શેટ્ટીની રાકેશ મારિયાની બાયોપિકનું મોટા ભાગનું શૂટિંગ સાઉથ મુંબઈમાં થઈ રહ્યું છે. એટલું જ નહીં, રોહિત શેટ્ટીએ આ બાયોપિક માટે એલોરા સ્ટુડિયોમાં એક પોલીસ સ્ટેશન પણ બનાવ્યું છે. જો કે રોહિત શેટ્ટીએ અભિનેતાની તથા ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી નથી.રોહિત શેટ્ટીની આ ફિલ્મ ૨૬/૧૧ના બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલી હોવાથી તેમાં ૫૮૦ કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં દરેક કોન્સ્ટેબલ, ઈન્સ્પેક્ટર અને હવાલા ઓપરેટરોના સમાવેશ કરવામાં આવ્યો છે.

બાયોપિકનો સૌથી મહત્વાકાંક્ષી હિસ્સો મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમ ૨૬/૧૧ના હુમલાનું પુનનિર્માણ છે. ચાર કલાકમાં ૧૩૦૦ ફોન આવ્યા હતા અને ૫૮૦ પોલીસ અધિકારીઓ ફિલ્ડમાં હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here