જોન અબ્રાહમે સાજિદ ખાનની ‘૧૦૦ ટકા’ શીર્ષક દર્શાવતી ફિલ્મ છોડી દીધી છે. આ ફિલ્મના તમામ હક્ક એક કંપનીએ ખરીદી લીધા હોવાની જાણ થતાં જ અભિનેતા આ ફિલ્મમાંથી નીકળી ગયો હતો.

જોનને કોઇ કાનૂની વિવાદમાં સપડાવવું ન હોવાથી તેણે આ ફિલ્મથી દૂર રહેવાનો નિર્ણય લઇ લીધો હતો. જોકે તેમ છતાં ફિલ્મના કલાકારોમાં તેનું નામ ખોટી રીતે દર્શાવામાં આવતું હોવાથી અભિનેતાએ ૨૨ નવેમ્બરના રોજ એક નોટિસ બહાર પાડીને પોતે આ ફિલ્મનો હિસ્સો ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કાનૂની દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, તેમ છતાં જોનનું નામ આ ફિલ્મ સાથે જોડવામાં ાવશે તો એ સંબંધિત કાર્યવાહી કરવામાં આવશે. અભિનેતા નથી ઇચ્છતો કે તેનું નામનો ઉપયોગ આ ફિલ્મ સાથે પ્રચાર માટે કે પછી અન્ય કોઇ બાબતો માટે કરવામાં આવે.

