BOLLYWOOD : ટોક્સિકમાં પોપ્યુલર લૂક માટે ચાર હિરોઈનો વચ્ચે ચડસાચડસી

0
26
meetarticle

યશની ‘ટોક્સિક’ ફિલ્મમાં તારા સુતરિયાનો લૂક તાજેતરમાં રીલિઝ થયા બાદ તારાએ આ ફિલ્મની તમામ હિરોઈનોમાં પોતાનો લૂક જ બેસ્ટ હોવાનો પ્રચાર શરુ કરાવ્યો છે. 

તારા ફિલ્મમાં ‘રેબેકા’નું પાત્ર ભજવી રહી છે. હાથમાં ગન સાથેનો તેનો લૂૂક તાજેતરમાં વાયરલ થયો હતો. ફિલ્મમાં અગાઉ નાદિયા તરીકે કિયારા અડવાણી, એલિઝાબેથ તરીકે હુમા કુરૈશી તથા ગંગા તરીકે નયનતારાના લૂક વાયરલ થઈ ગયા છે. બોલિવુડમાં ખાસ કશું ઉકાળી નહિ શકેલી તારા આ ફિલ્મમાં અન્ય હિરોઈનોની સરખામણીએ વધુ ફૂટેજ મેળવવા પ્રયાસ કરી રહી છે. આ માટે તેણે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચલાવ્યુું છે. 

 ફિલ્મ ‘ટોક્સિક’ એક પિરીયડ ગેન્ગસ્ટર ફિલ્મ છે. જેનું દિગ્દર્શન ગીતુ મોહનદાસનું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here