BOLLYWOOD : ધુરંધર’ ફેમ અભિનેતા નદીમ ખાનની ધરપકડ, નોકરાણીને લગ્નની લાલચ આપી 10 વર્ષ સુધી દુષ્કર્મ કર્યાનો આરોપ

0
17
meetarticle

ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાના રસોઇયાની ભૂમિકા ભજવનારા ફેમસ અભિનેતા નદીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. નદીમના ઘરે કામ કરતી નોકરાણીએ જ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ઘરમાં કામ કરતી મહિલાએ લગાવ્યા દુષ્કર્મના આરોપ

નદીમ ખાનના ઘરે છેલ્લા 10 વર્ષથી કામ કરતી મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે નદીમે લગ્નની લાલચ આપી 10 વર્ષ સુધી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા. પરંતુ હવે લગ્ન કરવાનો ઈનકાર કરી રહ્યો છે.

મહિલા અન્ય અભિનેતાઓના ઘરે પણ કામ કરવા જતી હતી

સમગ્ર મામલે પોલીસે કહ્યું છે કે, 41 વર્ષની પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી 22 જાન્યુઆરીએ નદીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે કસ્ટડીમાં છે. પોલીસ ફરિયાદ અનુસાર આ મહિલા વિવિધ એક્ટર્સના ઘરે કામ કરવા માટે જતી હતી. વર્ષો પહેલા તે નદીમના સંપર્કમાં આવી હતી અને પછી તેના ત્યાં પણ કામ કરવાનું શરૂ કર્યું. નદીમ અને મહિલા વચ્ચે નિકટતા વધી અને નદીમે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી. 10 વર્ષ સુધી અનેક વખત પોતાના નિવાસ સ્થાને બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા.

સમગ્ર મામલે નદીમની પૂછપરછ ચાલી રહી છે.

નોંધનીય છે કે કે ધુરંધરમાં નદીમનો રોલ નાનો હતો પણ આ ફિલ્મના કારણે તેને ઘરે ઘરે લોકો ઓળખતા થયા છે. અગાઉ પણ તે ફિલ્મોમાં સાઈડ રોલનું કામ કરી ચૂક્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here