BOLLYWOOD : પરિણીતીને ત્યાં પુત્રજન્મ, સમગ્ર બોલીવૂડે અભિનંદન પાઠવ્યાં

0
43
meetarticle

એકટ્રેસ પરિણિતી ચોપરા એક પુત્ર સંતાનની માતા બની છે. તેણે અને રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપ્યા હતા. તે પછી બોલીવૂડ સેલિબ્રિટીઓ સહિત હજારો ચાહકોએ તેમના પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. 

પરિણિતી તથા રાઘવ ચઢ્ઢાએ સંયુક્ત પોસ્ટમાં જણાવ્યું હતું કે પહેલાં અમે બે જ હતાં, હવે અમારી આખી  દુનિયા છે. ક્રિતી, સેનન, અનન્યા પાંડે સહિત અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓએ આ પોસ્ટને વધાવી અભિનંદન પાઠવ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ સપ્ટેમ્બર ૨૦૨૩માં ઉદયપુરમાં લગ્ન કર્યાં હતાં. ગયા ઓગસ્ટ માસમાં  પરિણિતીએ પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત કરી હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here