BOLLYWOOD : ફરહાન અખ્તર જાતે ડોન-3માં મુખ્ય ભૂમિકા કરવાના મૂડમાં

0
3
meetarticle

ફરહાન અખ્તર હવે કંટાળીને ‘ડોન થ્રી’માં જાતે જ મુખ્ય ભૂમિકા ભજવવાના મૂડમાં હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી તેણે આ બાબતે આખરી નિર્ણય લીધો નથી. કોઈ મોટા કમર્શિઅલ સ્ટારની ગેરહાજરી તથા આ પ્રોજેક્ટ બાબતે ઘેરાયેલાં અનિશ્ચિતતાનાં વાદળોને કારણે ફરહાનને હવે આ  ફિલ્મ માટે બજેટ મેળવવું  બહુ અઘરું બની શકે છે. 

 ફિલ્મમાં ડોનની ભૂમિકા ભજવવાનો રણવીર સિંહે ઇન્કાર કર્યા પછી  આ આ ફિલ્મ લટકી પડી હતી. વિક્રાંત મસ્સીએ પણ ફિલ્મમાં વિલનનો રોલ છોડી દીધો હતો. કાસ્ટિંગમાં વારંવાર ફેરફારો તથા અન્ય કારણોસર આ ફિલ્મ બે વર્ષથી શરુ થઈ શકી નથી. 

ફરહાને અગાઉ રણવીરના વિકલ્પે  હૃતિકનો સંપર્ક કર્યો હોવાની વાત બહાર આવી હતી. પરંતુ, હૃતિકે આ વાતનો ઈન્કાર કર્યો હતો. એક તબક્કે શાહરુખને ફરી આ ફ્રેન્ચાઈઝીમાં પુનરાગમન માટે કહેણ અપાયું હોવાની પણ વાત હતી. રણવીરે આ ફિલ્મ છોડી દેતાં ફરહાનને ૪૦ કરોડનું નુકસાન થયું છે. ફરહાને રણવીર પાસેથી આ વળતર માગ્યુું છે. 

જોકે, રણવીરે ઈન્કાર કરી દેતાં આ વિવાદ હવે પ્રોડયૂૂસર ગિલ્ડમાં ગયો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here