BOLLYWOOD : ફરહાન અખ્તરે ‘ડોન 3’નું શૂટિંગ 2026માં શરૂ થવાની પુષ્ટિ આપી

0
48
meetarticle

ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથેની ‘ડોન ૩’ના શૂટિંગંનું અપડેટ આપ્યું છે. નિર્માતા-દિગ્દર્શકે જણાવ્યું હતું કે, શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામા આવશે. આ રીતે તેણે ડ મહિનાઓથી થતી અટકળો પર વિરામ મુક્યો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ફરહાને જણાવ્યું હતું કે, અમે ડોન ૩નું શૂટિંગ આવતા વરસથી શરૂ કરશું. આ ફિલ્મ માટે હાલ હું આટલું જ અપડેટ આપી શકુ એમ છું.

ફરહાને ૨૧ નવેમ્બરના રોજ પોતાની રિલીઝ થયેલી ફિલ્મ ‘૧૨૦ બહાદુર’ના પ્રમોશન દરમિયાન ‘ડોન ૩’ નો ઉલ્લેખ કર્યો હતો.

ડોન ૩ની ૨૦૨૩માં ઘોષણા કરવામાં આવી હતી, એ પછી તેને અપડેટને લઇને કોઇ સમાચાર કે માહિતી આવતી નહોતી. તેથી ડોન ફિલ્મના પ્રશંસકો ફિલ્મ બંધ કરી દીધી હોવાની અટકળ કરી રહ્યા હતા. હવે ફરહાને આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં કરવામા ંઆવશે તેવી ઘોષણા કરી છે.ડોનના નવા યુગનું નેતૃત્વ રણવીર સિંહ કરવાનો છે. મૂળ ફિલ્મમાં અમિતાભ બચ્ચને મુખ્ય ભૂમિકા ભજવી હતી ડોન ટુમાં શાહરૂખ ખાન  જોવા મળ્યો હતો અને હવે ત્રીજા હિસ્સામાં રણવીર સિંહ ડોનના રોલમાં જોવા મળશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here