BOLLYWOOD : બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેલી આ ફિલ્મ OTT પર રિલીઝ થતાં જ બની સુપરહીટ, નંબર 2 પર થઈ ટ્રેન્ડ

0
21
meetarticle

ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાનો ટ્રેન્ડ સામાન્ય બની ગયો છે. જો કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જાય તો ક્યારેક દર્શકો તે ફિલ્મને OTT પર હિટમાં ફેરવી નાખે છે. આવી જ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ હતી અને ડેબ્યૂથી જ પ્લેટફોર્મ પર ભારે ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ હાલમાં રોમેન્ટિક કેટેગરીમાં ટોપ 10ની લિસ્ટમાં બીજા ક્રમે ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મને દર્શકોએ OTT પ્લેટફોર્મ પર વધાવી લીધી છે.

બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેલી આ ફિલ્મ OTT પર રિલીઝ કરાતા થઈ ટ્રેન્ડ

આ ફિલ્મ છે ‘ઓ રોમિયો'(O’Romeo), જે OTT પર રિલીઝ થતાં જ સુપરહીટ બની ગઈ છે. ફિલ્મમાં શાહિદ કપૂરે મેઈન રોલ ભજવ્યો છે. તેની સાથે તૃપ્તિ ડિમરી, તમન્ના ભાટિયા અને દિશા પટણી પણ જોવા મળે છે. ‘ઓ રોમિયો’ ફિલ્મ રૂ.100 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી, પરંતુ તે બોક્સ ઓફિસ પર નફો કમાવવામાં નિષ્ફળ રહી હતી.

‘ઓ રોમિયો’ OTT પર બની સુપરહીટ

‘ઓ રોમિયો’ 10 એપ્રિલ, 2026ના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયું હતું અને હાલમાં રોમેન્ટિક એક્શન થ્રિલર કેટેગરીમાં નંબર 2 પર ટ્રેન્ડ કરી રહી છે.

શું છે ફિલ્મની સ્ટોરી?

‘ઓ રોમિયો’ 1990ના દાયકાના મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારિત ‘ડાર્ક ક્રાઈમ રોમાંસ’ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા ઉસ્તારા(શાહિદ કપૂર) પર કેન્દ્રિત છે, જે એક ક્રૂર હિટમેન છે જે અફશા(ત્રિપ્તિ ડિમરી)ના પ્રેમમાં છે. અફશા એક વિધવા છે, જે તેના પતિના મૃત્યુનો બદલો લેવા માગે છે. વિશાલ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત અને એસ. હુસૈન ઝૈદીના પુસ્તક “માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ” પર આધારિત આ ફિલ્મ વિશ્વાસઘાત અને હિંસાથી ભરેલી તેમની સફરનું વર્ણન કરે છે. જેમાં પ્રેમ અને અસ્તિત્વ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી જાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here