BOLLYWOOD : ‘બોર્ડર 2’એ KGF અને બાહુબલી-2નો રેકોર્ડ તોડ્યો! કમાણી રૂ. 300 કરોડને પાર

0
12
meetarticle

ફિલ્મ ‘બોર્ડર 2’ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે 10 જ દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ હજુ પણ ડબલ ડિજિટમાં કમાણી કરી રહી છે અને જ્યાં સુધી કોઈ મોટી ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી તે કમાણી કરતી રહેશે. પહેલા દિવસથી જ થિયેટરોમાં ભારે ભીડને આકર્ષિત કરતી બોર્ડર 2 એ રવિવારે બોક્સ ઓફિસ અનેક મોટી બ્લોકબસ્ટર ફિલ્મોથી ઓછા સમયમાં અને ઘણા મોટા રેકોર્ડ બનાવતા 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

સન્ડે ફરી ફાયર બની ‘બોર્ડર 2’

પહેલા અઠવાડિયામાં લગભગ 245 કરોડનું નેટ કલેક્શન કરીને આવી રહેલી બોર્ડર 2એ પોતાના રિલીઝના બીજા શુક્રવારે બોક્સ ઓફિસ પર 12.53 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ગુરુવારની તુલનામાં થોડું ઓછું હતું. તેથી, ઘણા લોકોને લાગ્યું કે, સનીની ફિલ્મ સ્લો પડવા લાગી છે. પરંતુ બોર્ડર 2એ શનિવારે મોટા જમ્પ સાથે 20.17 કરોડનું કલેક્શન કરીને જણાવી દીધું કે, તે સ્લો પડવાના મૂડમાં નથી. નવ દિવસમાં ફિલ્મનું નેટ કલેક્શન 277.67 કરોડ પર પહોંચી ગયું હતું.

10 જ દિવસમાં કમાણી રૂ. 300 કરોડને પાર

ગત વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ ‘છાવા’એ પણ 300 કરોડનો આંકડો પાર કરવામાં 10 દિવસનો જ સમય લીધો હતો. જોકે, ધુરંધરએ બોર્ડર 2ના એક દિવસ પહેલા એટલે કે નવ દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.

બોર્ડર 2એ KGF 2, બાહુબલી 2 અને દંગલ જેવી ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે આ ફિલ્મોની તુલનામાં ઓછા દિવસોમાં 300 કરોડનો આંકડો વટાવી લીધો છે. જોકે, બોર્ડર 2ને સનીની કમબેક ફિલ્મ ગદર 2 કરતાં વધુ સમય લાગ્યો છે, જેણે 8 જ દિવસમાં આ આંકડો પાર કરી લીધો હતો.બોક્સ ઓફિસ પર બોર્ડર 2ની ધમાકેદાર સફળતાનું રહસ્ય એ જ છે કે લોકો સની દેઓલના જવાન અવતાર અને ફિલ્મનું કન્ટેન્ટ જનતાને પસંદ આવી રહ્યું છે. પ્રથમ વીકેન્ડમાં 129.89 કરોડનું કલેક્શન કરનારી બોર્ડર 2 એ બીજા વીકેન્ડમાં લગભગ 57 કરોડની કમાણી કરી છે. આ આશરે 55% નો ઘટાડો છે, જે દર્શાવે છે કે ફિલ્મે હજુ પણ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવી રાખી છે. હવે એ જોવાનું રહેશે કે બોર્ડર 2 આગળ કેવો કમાલ કરે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here