BOLLYWOOD : મહિલાઓ પિરિયડસનાં બહાનાં ન કાઢે તેવું કહેવા બદલ શ્રીલીલા ટ્રોલ થઈ

0
39
meetarticle

મહિલાઓ જો બરોબરીની વાત કરતી હોય તો થોડી શારીરિક તકલીફો વેઠીને પણ કામ કરવું જોઈએ. મહિલાઓ પિરિયડસનાં બહાના કાઢે એ ચાલે નહિ તેવાં વિધાનોને કારણે શ્રીલીલા ભારે ટ્રોલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલીલા પોતે એક ક્વોલાઈફ્ડ ડોક્ટર છે.

શ્રીલીલાએ પોતાની એક ફિલ્મનાં સંદર્ભમાં કહ્યું હતું કે મેં પિરિયડસ ચાલુ હોય ત્યારે પણ ઘણું શૂટિંગ કર્યું છે. મહિલાઓ પોતાના સમાન અધિકારોની વાત કરતી હોય તો આવાં શારીરિક કે માનસિક કારણોને આગળ ધરીને છૂટછાટ માગી શકે નહિ. લોકોએ શ્રીલીલાને એમ કહીને ટ્રોલ કરી હતી કે તેણે એક ડોક્ટર તરીકે સમજવું જોઈએ કે દરેક મહિલાની શારીરિક ક્ષમતા એકસમાન હોતી નથી. શ્રીલીલાને આ સમયમાં થાક ન લાગતો હોય તેથી અન્ય મહિલાઓ પણ એવી જ એનર્જી ધરાવતી હોય તે શક્ય નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here